Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024

Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024

Manav Kalyan Yojana 2024 :

  • ગુજરાત સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2024 વિશે માહિતી મેળવીશું.

Manav Kalyan Yojana 2024 :

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2024
વિભાગનું નામકુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર
અરજી ફોર્મ શરુ03 જુલાઈ 2024
આવક મર્યાદારૂ.૬,૦૦,૦૦૦/- સુધી
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/

Manav Kalyan Yojana 2024

  • ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https:/e-kutir.gujarat.gov.in પર તા.૦૩/૦૭/૨૦૨૪થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સાધન/ઓજાર સહાય આપવાની યોજના દ્વારા ઈ કુટીર પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 03-07-2024 થી શરૂ થશે જેઓ Manav Kalyan Yojana 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

આ પણ વાંચો : સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024 ની ડોક્યુમેન્ટ લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • વાર્ષિક આવકનું સર્ટિફિકેટ
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ

માનવ કલ્યાણ યોજનાઓ હેતુ (Purpose) : Manav Kalyan Yojana 2024

  • આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે..

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા (Eligibility Criteria)

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
  • અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/- થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.
Manav Kalyan Yojana 2024

મફત સાધન સહાયની યાદી (Manav Kalyan Yojana 2024 Tool support)

Manav Garima Yojana Gujarat 2024 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમટ્રેડનું નામ
1દૂધ દહીં વેચનાર
2ભરતકામ
3બ્યુટી પાર્લર
4પાપડ બનાવટ
5વાહન સર્વિસીંગ અને રીપેરિંગ
6પ્લમ્બર
7સેન્‍ટિંગ કામ
8ઈલેક્ટ્રીક એપ્લાર્યન્‍સીસ રીપેરીંગ
9અથાણા બનાવટ
10પંચર કીટ

How to Online Apply Manav Kalyan Yojana 2024। માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
  • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે Manav Kalyan Yojana 2024 માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

Online Application Form । ઓનલાઈન ફોર્મ

  • E-Kutir Portal પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
  • હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
  • જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
  • ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
  • હવે “Login to Portal”  પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
  • માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
  • હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Manav Kalyan Yojana 2024 પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતલાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલરેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્‍ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Manav Kalyan Yojana 2024 મહત્વની તારીખો

Manav Kalyan Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂ તારીખજુલાઈ 03, 2024

મહત્વપૂર્ણ લિંક : Manav Kalyan Yojana 2024

માનવ કલ્યાણ યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ (Features and Benefits)

રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.

  • આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
  • દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.

FAQ’s

1. માનવ કલ્યાણ યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે?

જવાબ: કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે.

2.Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા કેવી રીતે અરજી કરવાની રહેશે?

જવાબ: લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Gujarat પરથી Online Form ભરવાનું રહેશે.

3. Manav Kalyan Yojana ની જિલ્લા કક્ષાએ વધુ માહિતી કઈ કચેરીનો સંપર્ક કરવો?

જવાબ: અરજદારો જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” નો સંપર્ક કરી શકાશે.

4. માનવ કલ્યાણ યોજના કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે?

જવાબ: ગુજરાતના લાભાર્થીઓ આ યોજનાની ઓનલાઈન અરજી e-Kutir Portal પર તા-03/07/2024 થી 31/08/2024 સુધી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.

નોંધ: તમામ યોજનાઓ, ભરતીઓ અને નવીનતમ સમાચારો વિશેની માહિતી માટે Rojgarresults.xyz પર અમારી વેબસાઇટની મુલાકાત લો. મહેરબાની કરીને નોંધ કરો કે અહીં પૂરી પાડવામાં આવેલ તમામ માહિતી સમાચાર સ્ત્રોતો અને ટીવી ચેનલોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમે પ્રાપ્તકર્તાઓને આ માહિતીનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપીએ છીએ.

Leave a Comment